જોકસ
શિક્ષક : પીન્ટુ, કહે જોઈએ પથ્થર પાણીમાં ડૂબી કેમ જાય છે?
પીન્ટુ : સાહેબ, એને તરતા નોં આવડેને એટલે.
* * * * *
શિક્ષક : નિલેશ, નિબંધ તારા પપ્પાએ લખ્યો છે?
નિલેશ : ના સાહેબ, શરૃઆત પપ્પાએ કરી હતી પરંતુ પૂરો તો મમ્મી એ જ કર્યો હતો.
* * * * *
શિક્ષક : મનન, તારું માથુ કેવી રીતે ફૂટયું?
મનન : હસવાને કારણે.
શિક્ષક : હસવાને કારણે કેમ?
મનન : સાહેબ, હું એક ગાંડા સામું જોઈને હસ્યો એટલે.
* * * * *
શિક્ષક : કહે જોઈએ, મહાભારતની લડાઈ આટલી લાંબી કેમ ચાલી?
મનુ : સાહેબ એ સમયે પરમાણુ બોમ્બની શોધ થઈ નહોતી.
* * * * *
શિક્ષક : આ ક્લાસમાં બધા જ ગધેડાઓ છે.
કનિયો : તો સાહેબ, તમે આ ક્લાસના ક્લાસટીચર કેમ બન્યા?
શિક્ષક : શું કરું પ્રિન્સિપાલે કહ્યું આ કલાસ માટે તમે જ લાયક છો.
* * * * *
શિક્ષક : સુરેશ, સવાર અને સાંજ વચ્ચે શો તફાવત છે?
સુરેશ : સાહેબ, સવારે શાળામાં શિક્ષક ઠપકો આપે અને સાંજે ઘેર પપ્પા આપે.
* * * * *
શિક્ષક : મુકેશ, કહે જોઈએ, એક મહિલા એક કામ એક કલાકમાં કરે તો ચાર મહિલાઓ એ કામ કેટલા કલાકમાં કરશે?
મુકેશ : ચાર કલાકમાં.
શિક્ષક : ખોટું. કેવી રીતે?
મુકેશ : સાહેબ, તમને મહિલાઓના સ્વભાવની ખબર નથી લાગતી.
* * * * *
શિક્ષક : મહેશ, માખી અને માણસમાં શું ફર્ક? મહેશ : માખી માણસ પર બેસી શકે જ્યારે માણસ માખી પર બેસી શકતો નથી.